મોરબીના નવલખી હાઈવે પર અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે આજે સાંજના સુમારે રોકડિયા હનુમાન મંદિર પાસે ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં 10થી વધુ વ્યકિતને ઈજા પહોંચી હોવાથી સારવાર અર્થે તાત્કાલિક હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ પર રોકડીયા હનુમાનજી મંદિર પાસે કપાસ ભરેલા ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં નવલખી રોડ પર રહેતા શ્રમિક વાડીએ મજુરી કરીને ટ્રેક્ટરમાં પરત ફરી રહ્યા હતા. તે વેળાએ ડમ્પર ટ્રેક્ટર પાછળ અથડાતા ટ્રેક્ટર ટ્રોલીમાં પસાર મીનાબેન દિનેશભાઈ ઉપસડીયા, અલ્પેશ દેવજીભાઈ પરમાર, રીન્કુબેન દિનેશભાઈ ઉપસડીયા, તેજલબેન મહેશભાઈ ઉપસડીયા, નીલેશભાઈ દિનેશભાઈ ઉપસડીયા, ભગવતી બેન ચુનીલાલ ઉપસડીયા, પૂજા રસિકભાઈ ઉપસડીયા, શિલ્પા જીવરાજ અગેચણીયા અને લાભુ સાદુરભાઈ અગેચણીયા સહિતના 10થી વધુ લોકોને ઈજા પહોંચી હતી. જેથી ઈજાગ્રસ્તોને સારવાર માટે મોરબી સિવિલ તેમજ શહેરની આયુષ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવને પગલે પોલીસ ટીમ દોડી ગઈ હતી અને અકસ્માતના બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે