શ્મોરબી: સરદાર પટેલ જન્મજ્યંતી નિમિત્તે મોરબીના રવાપર ગામે આવતીકાલે 31 ઓક્ટોબર રવિવારના રોજ એક વિશાળ “જનચેતના મહાસંમેલન” યોજાઈ રહ્યું છે. જેમાં કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ હાર્દિક પટેલ આવતીકાલે મોરબીની મુલાકાત દરમિયાન રવાપર ગામે આવતીકાલે સાથે 7:30 કલાકે જન ચેતના સંમેલન અંતર્ગત જંગી જાહેરસભામાંને સંબોધન કરશે. હાલ મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા હાર્દિક પટેલના આગમનને લઈ તડામાર તૈયારીઓ શરુ કરવામાં આવી છે.
આ જનચેતના સંમેલનમાં અલગ અલગ સમાજના આગેવાનો ગુજરાતની એકતા માટે હાજર રહીને પૂજ્ય સરદાર સાહેબને યાદ કરશે. આ સંમેલન યુવા નેતા હાર્દિક પટેલ ની અધ્યક્ષતા માં ધારાસભ્ય શ્રી જીગ્નેશ મેવાણી, અમરીશ ડેર, લલિત વસોયા, કિરીટ પટેલ, શ્રી લલિત કગથરા, ઋત્વિજ મકવાણા, પ્રવીણ મૂછડીયા અને ચિરાગ કાલરીયા જેવા પ્રજાના જનસેવકો અને વિવિધ સમાજના આગેવાનો હાજર રહેશે. હાલ મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા હાર્દિક પટેલના આગમનને લઈ તડામાર તૈયારીઓ શરૂ થય ગય છે.