મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે વેલનાથ સોસાયટીમાં પ્રેમ સબંધ મામલે પાંચ શખ્સોએ યુવાન અને મહિલાને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
મળતી માહિતી મુજબ મોરબીના રફાળેશ્વર ગામે રહેતા રાજુભાઇ અવચરભાઈ ધંધુકિયાએ આરોપીઓ દિનેશભાઈ નાનજીભાઈ સાંતલીયા, પ્રકાશભાઈ મનુભાઈ સાંતલીયા, નિલેશભાઈ દિનેશભાઇ સાંતલીયા અને જયપાલભાઈ ઉર્ફે લાલો (રહે.તમામ રફાળેશ્વર ગામ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદીના ભાણેજ સુરેશને એક આરોપીની દીકરી સાથે પ્રેમસબંધ હોય અને બન્ને લગ્ન કરવાના હોવાથી આ વાત આરોપીઓને મંજુર ન હોવાથી ઉશ્કેરાઈ જઈને આરોપીઓએ ફરિયાદી તેમજ ભાણેજ અને સાહેદ જસુબેન તેમજ અન્ય એક પરિવારની વ્યક્તિ સાથે ઝઘડો કરી લાકડી વડે તેમજ ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ વી.કે.કોઠીયાએ ચલાવી રહ્યા છે.