મોરબીના યુવા પત્રકાર જનક રાજાનો આજે જન્મદિવસ છે. મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના બંગાવડી ગામે તા. 05 ડીસેમ્બરના રોજ જન્મેલા જનક રાજા વધુ અભ્યાસ અર્થે મોરબી સ્થાયી થયા હતા. તો તેઓ લોકાર્પણ દૈનિક ન્યુઝ પેપર, અને ઈન ગુજરાત ન્યુઝ, સાથે જોડાઈને લોકોના પ્રશ્નોના ઉકેલ લાવવા કાર્યરત રહ્યા છે.
પત્રકારત્વ ઉપરાંત જનક રાજા સામાજિક સેવાકાર્યમાં પણ આગળ જોવા મળે છે. તેઓ હાલ મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ, અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ, સહિત વિવિધ સંસ્થાઓમાં સભ્ય છે. તેમજ મોરબીની સિવિલ હોસ્પિટલમાં તેઓ સામાજિક કાર્યકર તરીકે સેવા આપી રહ્યા છે. આજે તેમના જન્મદિવસ પ્રસંગે પત્રકારમિત્રો, તેમના પરિવાર-સ્નેહીઓ અને રાજકીય સામાજિક અગ્રણીઓ જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે. તેમના મોબાઈલ નં 9099115315,8320887013 પર અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે.