મોરબી : મોરબીના યુવા પત્રકાર દેવાંગ રબારીનો આજે જન્મદિવસ છે. મોરબી તાલુકાના ઘુંટુ ગામે તા. 25 મે ના રોજ જન્મેલા દેવાંગભાઈએ આજે પોતાના જીવનના 18 વર્ષ પુર્ણ કરી 19માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.
દેવાંગભાઈ રબારી ખુબ નાની વયમાં ચક્રવાત ન્યુઝપેપરના મોરબીના પત્રકાર છે અને “મોરબી લાઈવ” નામક વેબ પોર્ટલ ચલાવી લોકોના પ્રશ્નોને વાચા આપી રહ્યા છે. પત્રકારત્વ ઉપરાંત દેવાંગભાઈ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાઈને સામાજીક કાર્યોમાં પણ આગળ જોવા મળે છે. આજે તેમના જન્મદિવસ પ્રસંગે પત્રકારમિત્રો, તેમના પરિવાર અને સ્નેહીજનો તેમજ રાજકીય સામાજીક અગ્રણીઓ તેમના મોબાઈલ નં. 82388 04444 પર શુભકામનાઓ પાઠવી રહ્યા છે.