કર્તવ્ય જીવદયા કેન્દ્રમાં જન્મદિવસ ઉજવી, વિવાન વાઢેરની મદદ માટે પણ નાની ઉંમરે આપ્યું અનુદાન
મોરબીના નારણકા ગામના અને હાલ મોરબી રહેતા અશોકભાઈ કાનજીભાઈ મોરડીયા (નવસર્જન ફ્રુડ પ્રોડેક્ટ એલ.એલ.પી કપંનીના મેનેજિંગ ડાયરેક્ટર) તથા જાગૃતિબેન મોરડીયાનો પુત્ર નિર્મલનો આજે જન્મદિવસ છે. ત્યારે સેવાકાર્ય સાથે જોડાયેલ અશોકભાઈએ પુત્ર નિર્મલના જન્મદિવસન નિમિત્તે મોરબીના ઘુનડા રોડ ઉપર આવેલ કર્તવ્ય જીવદયા કેન્દ્ર ખાતે ઉજવણી કરી આનંદની અનુભૂતિ કરી હતી. સાથે કોડીનાર તાલુકાના આલીદર ગામના વિવાન વાઢેરને રૂ.16 કરોડના ઇન્જેક્શનની જરૂર છે. ત્યારે ફુલ નહીં તો ફૂલની પાખંડી રૂપે વિવાનની મદદની અપીલ કરતા નિર્મલ મોરડીયાએ 5100નું અનુદાન આપ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, અશોકભાઈ મોરડીયા દ્વારા નારણકા ગ્રામજનો માટે હોસ્પિટલના કામ અર્થે નિ:શુક્લ પોતાની કાર અર્પણ કરી દીધી છે. જે ઇમર્જન્સી હોસ્પિટલના કામ માટે નારણકા ગ્રામજનો લાભ લઈ રહ્યા છે. ત્યારે પરિવારના સંસ્કારોના સિંચનથી નિર્મલ મોરડીયા સી.એ.ફાઉન્ડેશનમાં અભ્યાસ સાથે નાની ઉંમરમાં જ સેવા કાર્ય સાથે જોડાય ચુક્યો છે. અને 18 વર્ષ પુર્ણ કરી 19માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. ત્યારે જન્મદિવસ નિમિત્તે અનોખી રીતે ઉજવણી કરી નિર્મલે દાદા કાનજીભાઈ ઓધવજીભાઈ મોરડીયા તથા દાદી સવિતાબેન કાનજીભાઈ મોરડીયાના આર્શીવાદ લીધા હતા. અને સગા-સંબંધી અને મિત્રો તરફથી જન્મદિવસની હાર્દિક શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.

