મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં પ્રાથમિક શાળા પાછળ જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તા પ્રેમીઓને ઝડપી પાડ્યા છે ત્યારે તેમના વિરુદ્ધ જુગારધારા મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
આ અંગે મળતી માહિતી મુજબ સીટી બી ડિવિઝન પોલીસે ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં પ્રાથમિક શાળા પાછળ દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી જય હિતેશભાઇ રામાનુજ, રોહિતગીરી સુખદેવગીરી ગોસાઈ, જયરાજસિંહ મહાવીરસિંહ ઝાલા, મનસુખ મગનભાઈ પરસુડા અને કલ્પેશ રાજેશભાઇ ગેડાણી નામના ઇસમોને 17,430 રોકડ સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબની કાર્યવાહી કરી હતી.