મોરબીના શનાળા રોડ પર ભક્તિનગર સર્કલ રાજેશપાર્ક જીવનજયોતિ હાઇટસ બ્લોક નં -502માં રહેતા લક્ષ્મણભાઈ દેવકરણભાઈ વડસોલા (ઉ.વ.૬૫) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે અજાણ્યા ચોર ઇસમએ ફરીયાદીના રહેણાંક ફલેટનો દરવાજાનો લોક ખોલી ફલેટમા પ્રવેશ કરી શેટીમા રાખેલ સોનાના દાગીના સોનાના બલોયા (પાટલા) જોડી -૧ વજન આશરે ૮ તોલા તથા પેન્ડલ બુટી માળા જોડી-૧ વજન આશરે સવા ચાર તોલા તથા સોનાનો ચેઇન એક તોલાનો મળી કુલ રૂ.૯, ૧૦,૦૦૦/- ના મુદામાલની ચોરી કરી નશી ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.