Friday, April 25, 2025

મોરબીના બેલા નજીક સ્વીફ્ટ કારમાં વિદેશી દારૂની ૬૦ બોટલ સાથે બે શખ્સો ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબીના બેલા નજીક સ્વીફ્ટ કારમાં વિદેશી દારૂની ૬૦ બોટલ સાથે બે શખ્સો ઝડપાયા

મોરબીના બેલા ગામ નજીક પંચશીલ કોમ્પલેક્ષની સામે પીપળી જેતપર હાઇવે રોડ ઉપરથી સ્વીફ્ટ કાર રજી.નં. જીજે-૦૩-એમઈ-૩૮૧૩ માં વેચાણ કરવાના ઇરાદે વિદેશી દારૂની ૬૦ બોટલ લઈને નીકળેલા રાજેશભાઇ મમુભાઇ અખીયાણી ઉવ.૩૦ રહે.લાલપર સીરામીક સીટી અવધ સીટી ફ્લેટ નં-૨૦૧ મોરબી-૦૨ મુળગામ-હમીરપર ગામ તા-રાપર જી-કચ્છ, રાજેશભાઇ દલસુખભાઇ અઘારા ઉવ-૨૯ રહે-મોરબી-૨ ધર્મમંગલ સોસાયટી ધર્મેન્દ્રભાઇ પટેલના મકાનમાં ભાડેથી મહેન્દ્રનગર ગામ મુળગામ-આંસલપુર ગામ જી.રાજકોટને મોરબી તાલુકા પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા. આ સાથે આરોપીઓ પાસેથી વિદેશી દારૂનો જથ્થો ૨૦,૪૦૦/-તથા સ્વીફ્ટ કાર જેની કિ.રૂ. ૩લાખ એ. કુલ ૩,૨૦,૪૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી પકડાયેલ બંને આરોપીઓ સામે પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Related Articles

Total Website visit

1,502,343

TRENDING NOW