Thursday, April 24, 2025

મોરબીના બંધુનગર ગામે વૃદ્ધ પર બે શખ્સોનો હુમલો

Advertisement
Advertisement
Advertisement

મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના વતની અને હાલ મોરબીના મચ્છોનગર (રફાળેશ્વર) પ્રાથમિક શાળાની પાછળ રહેતા ભીખાભાઈ નાજાભાઈ ચૌહાણ (ઉ.વ.૫૨) એ આરોપી કાળુભાઇ પરબતભાઇ ભરવાડ તથા ભુરાભાઈ પરબતભાઇ ભરવાડ રહે. બંને પલાસ તા. વાંકાનેરવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી પેસેન્જર ઓટોરીક્ષા ચલાવતા હોય તેઓએ સરતાનપર હાઈવે ચોકડી પરથી એક પેસેન્જર પોતાની ઓટોરીક્ષામાં બેસાડતા ત્યાં રીક્ષામાં પેસેન્જરો બેસાડવાના વારામાં રહેલા આરોપીઓએ ફરીયાદીને “ અમે કયારૂના પેસેન્જરના વારામાં રીક્ષાયુ લઈને બેઠા છી તમે કેમ આડેથી અમારા વારાના પેસેન્જર ભરી જતા રહો છો “ નુ કહેતા ફરીયાદીએ “ મે રીક્ષા સ્ટેન્ડથી આઘેથી પેસેન્જર ભરેલ છે તેમા તમને શું વાધો છે ? ” નુ કહેતા આરોપીઓ ફરીયાદી ઉપર એકદમ ઉશ્કેરાય જઇ ફરીયાદીને જેમતેમ ભૂંડાબોલી ગાળો દઇ તેમની જાતી પ્રત્યે હડધુત કરી ઝઘડો કરી ફરીયાદીને શરીરે ઢીકાનો આડેધડ માથામાં છાતીમાં વાસાના મોઢા ઉપરના ભાગે માર મારી મુંઢ ઇજાઓ કરી તેમજ આરોપીએ તેઓના હાથમાં પહેરેલ ધાતુના કડાનો હથીયાર તરીકે ઉપયોગ કરી ઘાતુના કડાથી ફરીયાદીને માથામાં ડાબી બાજુ મારી માથુ ફોડી નાખી ઇજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,284

TRENDING NOW