મોરબી તાલુકાના પીપળી રોડની કામગીરી ઝડપથી શરુ કરવામાં આવે તેવી માંગ સાથે જીલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ દ્વારા માર્ગ અને મકાન વિભાગના મંત્રીને રજૂઆત કરવામાં આવી છે.
મોરબી જીલ્લા ભાજપ પૂર્વ અધ્યક્ષ રાઘવજીભાઈ ગડારાએ રાજ્ય સરકારના મંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે મોરબી તાલુકાના પીપળીથી અણીયારી હાઈવેને જોડતા રોડને ચાર માર્ગીય રોડની મંજુરી અગાઉ મળી ગયેલ હોય પરંતુ રોડનું કામ આજ દિવસ સુધી ચાલુ થયેલ નથી રોડ પર ઘણી બધી સિરામિક ફેકટરીઓ આવેલ છે ટ્રાન્સપોર્ટેશન માટે ભારે વાહનોની અવરજવર રહેતી હોય છે રોડની હાલત અત્યંત બિસ્માર છે મોટા ખાડાઓ પડી ગયેલ છે જેથી અકસ્માતો પણ થતા હોય છે અને ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે જેને ધ્યાને લઈને તાત્કાલિક રોડનું પેચવર્ક કરવા માંગ કરવામાં આવી છે.