મોરબીના પીપળી ગામના સામાજિક આગેવાનને ત્રણ શખ્સોએ પ્લાસ્ટીકના પાઇપથી માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હોવાની મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના નવી પીપળી ગામે રહેતા સામાજીક કાર્યકર ગૌતમભાઇ સોમાભાઇ અંબાલીયાએ આરોપીઓ કેશુભાઇ મોતીભાઇ (રહે.પીપળી), જેન્તીભાઇ, માધવજીભાઇ કુંડારીયા (રહે.બન્ને મોરબી) સામે ફરિયાદ નોંધાવી હતી છે કે, તા.13 ના રોજ ગૌતમભાઇ અંબાલીયા સામાજીક આગેવાન હોય અને સમાજના હકક માટે અવાર નવાર અરજી કરતા હોય જે આરોપીઓને સારુ નહિ લાગતા ફરીયાદીને પીપળી પાવર હાઉસ પાસે હોસ્ટેલમા બોલાવી ગાળો આપી જાતિ પ્રત્યે અપમાનિત કરી પ્લાસ્ટીકના પાઇપ વડે ડાબા હાથમા તથા પડખામા મુંઢ માર મારી ઇજા કરી હતી. આ બનાવ અંગે સામાજિક કાર્યકરની ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.