મોરબીમાં પાડાપુલ નીચે નદીના પાણીમાંથી યુવકની લાશ મળી આવી હતી. બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડની બાજુમાં લક્ષ્મીનારાયણ હોલ નજીકના વિસ્તારમાં રહેતા મહેન્દ્રસિંહ અજીતસિંહ ઝાલા (ઉ.વ 35)ની ગઈકાલે તા. 18ના રોજ પાડાપુલ પરથી ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. બાદમાં તેનો મૃતદેહ પાડાપુલ નીચે નદીના પાણીમાંથી મળી આવતા તેના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.