મોરબીના નાની વાવડી ગામ નજીક કાર ચાલકે બાઈકને ઠોકર મારતાં બાઇકચાલકનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે કાર ચાલક વિરૂધ મોરબી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર તથા નાની વાવડી ગામ વચ્ચે આવેલ કેનાલ રોડ પર કાળા કલરની ફોર વ્હીલ કારના ચાલકે કારને પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી મન્સારામ વિશ્વકર્માના દિકરા મનીશના મોટર સાઈકલ બજાજ પ્લેટીના જેના રજી. નં. GJ-03-CJ-3038 સાથે સામેથી ભટકાડી મનીશભાઈના ડાબા પગમાં તથા શરીરે નાની-મોટી ઈજા થઇ હતી. તેમજ ફરીયાદીના સંબંધી રાકેશભાઈને માથાના ભાગે, નાકમાં તથા કાનમાં ગંભીર જીવલેણ ઈજાઓ થતા તેનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ આરોપી કાર લઈને નાશી ગયો હતો. આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં મન્સારામભાઈ નથુભાઇ વિશ્વકર્મા (રહે.શક્ત શનાળા દરિયાલાલ શોપીંગની સામે મોરબી)એ કાર ચાલક વિરૂધ ફરિયાદ નોંધવી છે.