મોરબીના નાગડાવાસ ગામના પાટીયા નજીક ખેતરમાં ચાલતા ગેસ કટીંગના કૌભાંડનો પર્દાફાશ
મોરબી: મોરબી તાલુકાના નાગડાવાસ ગામના પાટીયા પાસે, સર્વિસ રોડની બાજુમાં આવેલ ખેતરમાં ગેરકાયદેસર ચાલતું ગેસ કટીંગનુ કૌભાંડ મોરબી તાલુકા પોલીસ ઝડપી પાડ્યું છે. રૂ.૨૯,૯૮,૪૭૪/- નો મુદામાલ પોલીસે જપ્ત કરેલ છે.
પોલીસ ઇન્સ્પેકટર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેકટર નાઓ સર્વેલન્સ સ્ટાફ સાથે આવી ગેરકાયદેસર પ્રવૃતિ ડામવા સતત પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર નાઓએ ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે, મોરબી તાલુકાના નાગડાવાસ ગામના પાટીયા પાસે, સર્વિસ રોડની બાજુમાં દેવરાજભાઇ સુખાભાઇ બરારીયાના ખેતરમાં ગેસના ટેન્કરમાંથી ગેરકાયદેસર ગેસ કાઢવાની પ્રક્રિયા કરી ગેસનું કટીંગ કરતા હોવાની હકીકત મળતા સદરહું જગ્યાએ રેઇડ કરતા ટેન્કર GJ-12-2-9815 નો
ચાલક તથા મારૂતિ ઓમની કાર રજીસ્ટર નં. GJ-03-AV-4709 નો ચાલક અને ટાટા એન્ટ્રા કાર રજીસ્ટર નં. GJ-03-BW-7306 નો ચાલક તેમજ સ્પ્લેન્ડર મોટર સાયકલ રજીસ્ટર નંબર GJ-03-5-8611 નો ચાલક
રાત્રીના અંધારાનો તથા ખુલ્લા ખેતરનો લાભ લઇ વાહનો મુકી નાસી જતા ટેન્કર નં. GJ-12-Z 9815 માંથી રબ્બરની બંને બાજુ વાલ્વ વાળી પાઇપ મારફતે ગેસના સિલીન્ડરો ભરતા રેઇડ દરમ્યાન કૂલ રૂ.૨૯,૯૮,૪૭૪- નો મુદ્દામાલ મળી આવતા મજકૂર નાસી જનાર ઇસમો વિરૂદ્ધ ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
પોલીસે કબ્જે કરેલ મુદ્દામાલ
એક અશોક લેલન કંપનીનું ટેન્કર રજી.નં. GJ-12-Z-9815 કિં.રૂ.૧૫,૦૦,૦૦૦/- જેમાં આશરે ૧૪૫૨૦ મેટ્રિક ટન કોર્મશીયલ પ્રોપેન ગેસ જેની કિ.રૂ.૧૦,૩૨,૭૪૭/- મળી કુલ રૂ.૨૫,૩૨,૪૭૪/- નો મુદ્દામાલ ગીચ વિસ્તારમાં રાખવો હિતાવહ ન હોવાથી મુળ માલીકને સોંપવા તજવીજ કરેલ છે. તેમજ ગેસના સિલીન્ડર નંગ-૭૦ કિં.રૂ.૧,૪૦,૦૦૦, બંને સાઇડ વાલ્વવાળી રબ્બરની પાઇપ નગ-૦૧ કિ.રૂ.૧,૦૦૦/-, ટાટા કંપનીની ઇન્ટ્રા કાર રજી.નં. GJ-03-BW -7306 કિ.રૂ.૨,૦૦,૦૦૦/- , મારૂતિ કંપનીની ઓમની કાર રજીસ્ટર નંબર- GJ-03-AV-4709 કિ.રૂ.૧,૦૦,૦૦૦/- , હિરો હોન્ડા કંપનીનુ સ્પ્લેન્ડર મોટર સાયકલ રજીસ્ટર નંબર- GJ-03-S -8611 કિ.રૂ.૨૫,૦૦૦/- મળી કુલ રૂ.૨૯,૯૮,૪૭૪/- નો મુદ્દામાલ પોલીસે કબ્જે કરેલ છે.