મોરબીના નવા જીવાપર ગામે ૨૮ વર્ષિય પરિણીત મહિલાએ ઝેરી દવા પી લેતા સારવાર અર્થે મોરબીની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકે નોંધ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના નવા જીવાપર ગામના રહેવાસી કંચનબેન ધનસુખભાઈ કણઝારીયા (ઉ.વ.૨૮) વાળી પરિણીતા પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. જેથી સારવાર અર્થે મોરબીની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી છે. જે મહિલા હાલ ભાનમાં છે. પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ પરિણીત મહિલાનો લગ્નગાળો ૭ વર્ષનો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.