Wednesday, April 23, 2025

મોરબીના નવા જિલ્લા પંચાયત બિલ્ડીંગનું આવતીકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી ના હસ્તે ઇ-લોકાર્પણ

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા પંચાયત કચેરી બિલ્ડિંગનું નિર્માણ કાર્ય લાંબા સમયથી સંપન્ન થઈ ગયું છે. પરંતુ ફર્નિચરના અભાવે નવા જિલ્લા પંચાયત બિલ્ડીંગનું લોકાર્પણ અટકી પડયું છે ત્યારે આવતીકાલે તા.8 ના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે નવનિર્મિત જિલ્લા પંચાયત બિલ્ડિંગનું ઇ-લોકર્પણ કરવામાં આવશે. જો કે, જિલ્લા પંચાયતના નવા બિલ્ડિંગમાં પ્રથમ તબક્કે ડીડીઓ, પ્રમુખ અને કારોબારી અધ્યક્ષની કચેરી કાર્યાન્વિત થશે અને બાદમાં અન્ય વિભાગોનું ક્રમશ: અહી જુના ફર્નિચર સાથે સ્થળાંતર કરવામાં આવશે. નોંધનીય છે કે પહેલા મુખ્યમંત્રી તા.૮ એપ્રિલે મોરબીની મુલાકાતે આવનાર હતા પરંતુ કોરોના મહામારીનાં વધતા સંક્રમણને પગલે હવે માત્ર ઇ-લોકાર્પણ કરવામાં આવશે.

Related Articles

Total Website visit

1,502,218

TRENDING NOW