જય ભારત શાથ ઉપરોક્ત વિષય અન્વયે સવિનય જણાવાનું કે ગુજરાત તેમજ કેન્દ્ર સરકાર દ્વારા ઘણા વાયદા ઓ બાદ મોરબી ને કોપોરેશન નો દરરજો આપવામાં આવેલ છે. અને મોરબી ની જનતા ના સદનસીબે આપ શ્રી મોરબી મ્યુનીસીપલ કોર્પોરેશન ના પહેલા કમીશ્નર શ્રી તરીકે ચાર્જ સંભાળેલ છે. આ તકે અમે આપને મોરબી ની જનતા વતી આવકારીએ છીએ. આપને ખુબ ખુબ અભીનંદન પાઠવીએ છીએ.
આપના આગમન પહેલા ની મોરબી નગરપાલિકા દ્વારા મોરબી ના લોકો ને જે સુવિધા ના નામે દુવિધાઓ નો સામનો કરવો પડી રહ્યો હતો તેનો આછો ચિતાર તો આપને મળી ગયો જ હશે.?
સમગ્ર ભારત માં સોથી વધુ સિરામિક ટાઈલ્સ નું ઉત્પાદન કરી. દેશ ને વિદેશ હુંડીયામણ કમાવી આપનાર તેમજ માતબર રકમ નો ટેક્ષ ભરનાર આ મોરબી આ ઉપરાંત અન્ય પાંત્ર માંથી આવેલ લાખો લોકો ને રોજી રોટી પૂરી પાડી રહ્યું છે. જે વાત થી આપ જરૂર વાકેફ હશો.
પરંતુ મોરબી શહેર જે પહેલા સૌરાષ્ટ્ર ના પેરીસ ની ઉપમા ધરાવતું હતું તે આજે ગુજરાત ભર માં સૌથી વધુ ધૂળિયા શહેર તરીકે પ્રખ્યાત છે. તેવું લોકો કહી રહ્યા છે. તો ભૂગર્ભ ગટર નું તો જાણે અસતીત્વ ના હોય તેવું ઠેર ઠેર ગટરો ઉભરવા નું સામાન્ય બની ગયું છે. તો પીવાના પાણી તો આવે તો આવે નહીતર ભગવાન ભરોસે તેવો ઘણો વિસ્તાર પણ મોરબી માં આવેલ છે. રોડ રસ્તા ની સ્થિતિની તો આપ શ્રી જયારે પુરા શહેર ની મુલાકાત કરશો ત્યારે આપને માહિતી મળી જ જશે. આ મોરબી માં ડામર રોડ તો ઠીક પરંતુ સિમેન્ટ કોન્ક્રેટ રોડ પણ બે વર્ષ થી વધારે ટકતા નથી. જે પ્રજાની બદનસીબી છે. તો શું આમાંથી પ્રજાને છુટકારો મળશે ?
ટ્રાફિક ની સમસ્યાની તો વાત જ ના પુછો લોકો ને ક્યાંક જવું હોય તો જરૂર ઘરે થી એક કલાક વહેલા નીકળવું પડે તેવો માંહોલ છે. તો સીટી બસ નું તો જાણે અસ્તિત્વ જ નથી. તેવી સ્થીતી છે.
જન્મ તારીખ ના દાખલા કે મરણ ના દાખલા ની લાઈનો સમાન્ય છે. લોકો ની ફરિયાદો સાંભળવા ને બદલે નાટકો જ થાય છે. તેવું લોકો અનુભવી રહ્યા નું કહે છે.
અમારી નગરપાલિકા માં છેલ્લા ત્રીસ વર્ષ દરમ્યાન ઘણી ગ્રાન્ટો આવેલ હશે પરંતુ મોરબી શહેર ની સ્થિતિ માં કોઈ જાતનો સુધારો થયો નથી દિવસે ને દિવસે બગડતી જ જાય છે.
તો રાખતા ઢોર નો અડ્ડો રોડ પણ સામાન્ય વાત છે. જયારે રાજાશાહી સમય ના પાંચ બગીચા ઓનું જાણે આજે કોઈ અસ્તિત્વ જ નથી.
નગર પાલિકા માં પણ સ્ટાફ ની ધણી જ ઘટે રહેતી આવી છે. અમારા ધારા સભ્ય જે ત્રીસ વર્ષ કરતા વધારે સમય થી ધારા સભ્ય રહેલા છે.તેઓ છાછ વારે ખાત મુહરતો કરતા રહે છે. પરંતુ કેમ મોરબી ની સ્થિતિ માં સુધારો થતો નથી તેવું કોઈ તેને પૂછતું નથી, પૂછી શકતું નથી કે તેઓ આવા જવાબ આપવા ત્યાર નથી તેવું લોકો માં ચર્ચાય રહ્યું છે.
આવી સ્થિતિ વચ્ચે આપ શ્રી મોરબી માં મ્યુનીસીપલ કોર્પોરેસન ના કમીશ્નર શ્રી તરીકે જયારે પધાર્યા છો. તો મોરબી ની જનતા ને આપની પાસે ઘણી બધી આશાઓ અને અપેક્ષાઓ છે. કે આપ શ્રી કોઈ ના દબાણ વગર કામ કરીને, કોઈ લોકો ના ખાસ નહિ પરંતુ પ્રજા ના હિતેષી બની ને કામ કરશો તેવી અમોને તેમજ મોરબી ની જનતા ને ખુબજ આશા અને અપેક્ષા છે. અમો ને સંપૂર્ણ વિશ્વાસ છે કે આપ શ્રી આ મોરબી ને જનતા ની આશા ને અપેક્ષા માં ખરા ઉતારશો અને પૂર્વે રાજકોટ માં કમીશ્નર શ્રી જગદીશન જી દ્વારા કોઈ ની શેહશરમ કે દબાણ માં આવ્યા વગર કામ કરીને રાજકોટ ને એક આગવી ઓળખ આપવેલ તેવું કામ જરૂર કરશો.
આપ શ્રી પાસે મોરબીની જનતાને નીચે ના કામો માં સુધારો થાય તેવી આશા અને અપેક્ષા છે.
(૧) મોરબી માં વ્યવસ્થિત સફાઈ થાય. કાયદા નો કડક રીતે અમલવારી થાય, કર્મચારીઓ સારી રીતે કામ કરે અને લોકો પણ કાયદાના દાયરા માં રહે તેવું લોકો ઇચ્છી રહ્યા છે.
(૨) મોરબી ની ભૂગર્ભ ગટર વ્યવસ્થા માં નિયમિત સફાઈ થાય તેમજ સારી રીતે ભૂગર્ભ ગટર ચાલે, લોકોને રોડ ઉપર ગટર ના પાણી ના નડે તેવી વ્યવસ્થા થાય.
(૩) મોરબી ના રોડ રસ્તાઓ સારા, ટકાઉ બને, તેમાં ભ્રષ્ટાચાર ના થાય.
(૪) મોરબી માં રખડતા ઢોર નો ત્રાસ કાયમી ધોરણે દુર થાય.
(૫) લોકો ને પીવા લાયક પુરતું પાણી નિયમિત મળે.
(૬) સ્ટ્રીટ લાઈટો નિયમિત થાય. અને સારી રીતે કામ કરે. દરેક વિસ્તાર માં થાય.
(૭) ટ્રાફિક ની સમશ્યા નું કાયમી નિરાકરણ થાય.
(૮) ભ્રષ્ટાચાર મુકત વ્યવસ્થા અને સમય સર ફરિયાદ નો નિકાલ થાય.
આ ઉપરાંત વિકાસ માટે ઘણું બધું કરવાનું થઇ શકે તેમ છે. જે આપ કરશો જ અને અમો સમય સમય પર અમારું સુચન અને સજેશન આપવા પ્રયાસ કરીશું. આશા છે કે આપ શ્રી અમારા આ સૂચનો ને સકારાત્મક રીતે લેશે અને આની ઉપર કામ થાય અને મોરબી ની જનતા ને આપના શાસન નો સારો અનુભવ તેમજ ફાયદો થાય તેવી આશા સહ.