મોરબી જિલ્લામાં કોરોના સંક્રમણ દિન-પ્રતિદિન સતત વધી રહ્યું છે. ત્યારે મોરબી તાલુકા સેવા સદનની અમુક કચેરીઓના કર્મચારીઓ કોરોના સંક્રમિત થયેલ છે. જેને પગલે તકેદારીના ભાગરૂપે મોરબી તાલુકા સેવાસદનમાં આવેલ સરકારી તાલુકા પુસ્તકાલયને આજે સેનેટાઈઝ કરાયું હતું. આ તકે સામાજિક કાર્યકર મહાદેવભાઈ ગોહેલે લોકોને માસ્ક પહેરવા તેમજ સોશ્યલ ડિસ્ટન્સનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી હતી.