મોરબીના જોધપર નદી નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક્ટીવા બાઇક ચાલકને ગંભીર ઇજા પહોંચી હોવાથી યુવાનનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મુજબ મોરબીની જોધપર નદી નજીક ગઇકાલે બપોરના અરસામાં ટ્રક અને એક્ટીવા બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ વિજયનગરમાં રહેતા જયંતભાઇ ભવાનભાઈ પરમાર (ઉ.વ.23 આશરે) ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી તેનું મોત નિપજ્યું હતું. યુવાનના મોતથી પરિવારમાં દુખની લાગણી વ્યાપી છે.
