મોરબીના જોધપર ડેમમાં ડૂબી જતાં આધેડનું મોત
મોરબી: મોરબી તાલુકાના જોધપર ગામે જોધપર ડેમમાં કોઈ કારણસર પાણીમાં ડૂબી જતાં આધેડનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ રમેશભાઇ પરસોતમભાઇ ધોળકીયા ઉ.વ.૪૫ રહે.નવા મકનસર તા.જી.મોરબી વાળા ગત તા.૧૧/૦૯/૨૦૨૪ ના બપોરના બારેક વાગ્યાની આસપાસ જોધપર ડેમમાં કોઇ કારણસર તણાાય ડૂબી જતાં રમેશભાઇ નામના આધેડનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.