મોરબીના જેતપર રોડ પર પીપળી ગામની સીમમાં કન્ટેનરના ચાલકે મોટર સાઈકલ સાથે અકસ્માત સર્જત્તા દાદા-પૌત્રી નીચે પડી જતા પૌત્રીની નજર સામે પિતાનું મૃત્યુ નીપજ્યું હતું.
મોરબીના મહેન્દ્રનગર ગામે પીપળવાળી શેરીમાં રહેતા ઉમેશભાઈ રવજીભાઈ દેથરિયા (ઉ.૩૦) એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી કન્ટેનર આર જે ૧૪ જીએલ ૯૬૦૯ ચાલકે પોતાનું વાહન પુર ઝડપે ચાલવી જેતપર રોડ પર પીપળી ગામની સીમમાં આગળ જતા મોટર સાઈકલ જીજે ૩૬ પિ૧૪૭૯ સાથે અકસ્માત કરી ફરિયાદી ઉમેશભાઈના પિતા રવજીભાઈ તથા દીકરીને મોટર સાઈકલ સાથે નીચે પાડી દઈ રવજીભાઈને માથાના ભાગે ઈજાઓ પહોચતા મૃત્યુ નીપજ્યું હતું તો કન્ટેનર ચાલક વાહન મૂકી નાશી ગયો હતો જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે