પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ઘુંટુ ખાતે આવેલ રામકો વિલેજમાં રહેતા જોસનાબેન પ્રવીણભાઈ જોશીએ તાલુકા પોલીસ મથકમાં પાડોશમાં રહેતા આરોપી અશ્વિન બાવાજી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, થોડા સમય પૂર્વે તેઓએ સંયુક્ત બોરમાંથી રામબાઈ નામના પાડોશીને પાણી આપતા આરોપીને સારું નહિ લાગતા ગઈકાલે દારૂનો નશો કરી તેમના ઘેર આવ્યો હતો અને ગાળો બોલી પતિ અને પુત્ર કયા ગયા કહી ઝઘડો કરી પથ્થરના ઘા કરી બોરનું સ્ટાર્ટર તોડી નાખી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. બનાવ અંગે તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.