મોરબી તાલુકાના કોયલી ગામે યુવતીએ ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ચાલુ સારવાર દરમ્યાન તેનું મોત નિપુજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના કોયલી ગામે રહેતી આરતીબેન ધનજીભાઈ રાણવા (ઉ.વ.૧૯)એ ગત તા.૩૧-૮ ના રોજ સાંજે સાતેક વાગ્યે તેના ઘેર કોઈ કારણોસર ઘાસ બાળવાની દવા પી લીધી હતી. જેથી તેને સારવાર માટે અહીંની ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. જ્યાં આજ તા.૬-૯ ના રોજ ચાલુ સારવાર દરમિયાન આરતીબેન રાણવાનું મોત નીપજ્યું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.