મોરબીના નવલખી રોડ પર આવેલ કુબેરનગરમાં મકાનમાં જુગાર રમતાં ચાર પત્તાપ્રેમીને રોકડ રકમ રૂ.62,700 ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે.
મળતી માહિતી મુજબ મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મોરબીના નવલખી રોડ પર આવેલ કુબેરનગર-૪ માં રહેતા જયવીરસિંહ ઉર્ફે જયુભા ભરતસિંહ પરમારના રહેણાંક મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે મોરબી એ ડીવીઝન પોલીસે દરોડો પાડ્યો હતો.
અને જુગાર રમતા જયવિરસિંહ ઉર્ફે જયુભા ભરતસિંહ પરમાર (રહે.નવલખી રોડ કુબેરનગર-4 સોસાયટી મોરબી), જયેશ રાણાભાઈ મારૂ (રહે.વાવડી રોડ ગાયત્રીનગર શેરી નં.5 મોરબી), લક્ષ્મણ ગોકળભાઈ ટોટા (રહે.વાવડી રોડ ભગવતીપરા શેરી નં.6 મોરબી) કિશનભાઈ પોપટભાઈ ખીટ (રહે.માધાપર શેરી નં.22 મોરબી)ને રોકડ રકમ રૂ.62,700 સાથે પોલીસે ચારેય પત્તાપ્રેમીપે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.