Wednesday, April 23, 2025

મોરબીના કાન્તિ નગરમાં રોડ રસ્તા બનાવવા કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત

Advertisement
Advertisement
Advertisement

મોરબી શહેર નાં છેલ્લા ઘણા સમયથી શહેરના વિસ્તારોમાં રોડ રસ્તા ખૂબ જ ખરાબ હાલતમાં જોવા મળી રહ્યા છે આ ખરાબ રસ્તાને કારણે અવારનવાર અકસ્માત દુર્ઘટનાઓ સર્જાતા લોકો મોતને ભેટ તા હોય છે અને લોકોને ખૂબ મુશ્કેલનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આજરોજ મોરબી જિલ્લા માઇનોરીટી ડિપાર્ટમેન્ટ મહિલા પ્રમુખ જીનતબેન અબ્દુલભાઈ મોડ શહેર મહિલા પ્રમુખ કલ્પનાબેન પરમાર તેમજ કાંતિ નગર વિસ્તારના લોકોને સાથે રાખી નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ માર્ગ મકાન વિભાગ કાર્યપાલક એન્જિનિયર ને આવેદનપત્ર આપ્યું હતું શહેરના માળિયા ફાટક પાસે આવેલા કાંતિનગર વિસ્તારમાં હાલમાં કોઈપણ પ્રકારના સીસી રોડ કે પેપર બ્લોક રોડ આવેલ નથી આ વિસ્તારમાં રોડ રસ્તા ની હાલત ખૂબ જ બિસ્તમાર છે જેના કારણે આ વિસ્તારમાં અવારનવાર અકસ્માતો પણ બને છે તેમજ તાજેતરમાં ખરાબ રોડ રસ્તા ને કારણે અકસ્માતમાં નિર્દોષ બાળકનું મૃત્યુ નીપજ્યું હતું જેથી તાત્કાલિક રોડ રસ્તા બનાવી આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી અવારનવાર આવાં ગંભીર અકસ્માતના બનાવો ન બને તેમજ લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેવા હેતુથી વહેલી તકે નિરાકરણ કરવા રજૂઆત કરવામાં આવી હતી

Related Articles

Total Website visit

1,502,218

TRENDING NOW