Thursday, April 24, 2025

મોરબીના એક જ વિસ્તાર માંથી ૩ બાઈકની ચોરી થતા ફફડાટ

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લામાં દિવસ અને દિવસે બાઈક ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક જ વિસ્તારમાંથી ત્રણ ત્રણ બાઇકની ચોરી થતા ફફડાટ મચી ગયો છે

મોરબીના વેજીટેબલ રોડ પર ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા ચંન્દ્રપાલસિંહ બળવંતસિંહ ઝાલા (ઉ.વ.૪૦) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મોરબીના સામાકાંઠે સમર્પણ હોસ્પિટલ પાસેથી ફરીયાદીનુ હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૦૭-એઇ-૧૨૪૭ જેની કિંમત રૂ. ૨૫,૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે શોધખોળ હાથ ધરી છે.

જ્યારે બીજી ફરીયાદ મોરબીના પીપળી ગામે રહેતા કુલદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ.૩૨) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે મોરબીના સમર્પણ હોસ્પિટલ પાસેથી કોઈ અજાણ્યો ચોર ઈસમ ફરીયાદીનુ હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૦૩-ઇએચ-૫૦૦૭ જેની કિંમત રૂ. ૨૦,૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જ્યારે ત્રીજી ફરીયાદ મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગરમા સાનિધ્યપાર્કમા રહેતા ભાવેશકુમાર દિનેશભાઇ અઘારા (ઉ.વ.૪૨) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મોરબીમાં સમર્પણ હોસ્પિટલ નજીકથી ફરીયાદીનુ હીરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૧૩-ક્યુક્યુ-૦૭૮૪ જેની કિંમત રૂ. ૩૫,૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,266

TRENDING NOW