મોરબીના ઉમીયાનગર વિસ્તારમાં તીનપત્તીનો જુગાર રમતા ૭ ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મોરબીના ઉમીયાનગર વિસ્તારમાં કાંતીભાઈ મેરૂભાઈ બોરાણીયાના મકાન નજીક સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપી કાંતીભાઈ મેરૂભાઈ બોરાણીયા (ઉ.વ.૩૭), વિક્રમભાઈ જેરામભાઈ દુદકીયા (ઉ.વ.૩૨), વિનોદભાઈ બળદેવભાઈ વઢુકીયા(ઉ.વ.૩૯), પ્રકાશભાઈ મનુભાઈ વરાણીયા (ઉ.વ.૨૯), પ્રકાશભાઈ નારણભાઈ શીહોર (ઉ.વ.૨૦), રસીલાબેન સિધ્ધરાજભાઈ ગરધારીયા(ઉ.વ. ૨૫), હંસાબેન કિશોરભાઈ રાઠોડ (ઉ.વ.૪૨. રહે બધાં ઉમીયાનગર મોરબી-૦૨) નેં પોલીસે રેઇડ કરી રોકડ રકમ રૂ. ૧૫૨૪૦ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે. આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.