મોરબીના ઉંચી માંડલ ગામ પાસે આવેલ સિરામિકના કારખાનામાં યુવાને ઝેરી દવા પી જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ધણાદ ગામના રહેવાસી અને હાલમાં ઉંચી માંડલ ગામ પાસે આવેલ જીઓબાથ સેનેટરી વેર નામના કારખાનાની અંદર રહેતા અને મજૂરી કામ કરતા ભુપતભાઈ પુનાભાઈ વિઝવાડિયા (ઉં.વ.૨૪)એ ગઈકાલે પોતાના કવાર્ટરની અંદર કોઈ કારણસર ઝેરી દવા પી લીધી હતી. જેથી તેનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ જે.પી.કણસાગરા ચલાવી રહ્યા છે.