મોરબી : મોરબીના ઉંચી માંડલ ગામે પત્ની સાથે આડાસબંધમાં યુવાનની હત્યા કરવામાં આવી છે. આ બનાવ અંગે મૃતકની પત્નીના પ્રેમીએ હત્યા કરી હોવાની ફરિયાદ તાલુકા પોલીસ મથકે નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીના ઉંચી માંડલ ગામની સીમમાં આવેલ અંબાણી વીટરીફાઇડ કારખાનામાં મજુર ઓરડીમાં રહીને મજૂરી કામ કરતા વિજયભાઇ (રહે. મુળ.ભાભોર ફળીયુ વાકોટા, ધાનપુર. દાહોદ) તા.૪ ના રોજ હત્યા કરેલી હોય તે હાલતમાં લાશ મળી આવી હતી. આ હત્યાના બનાવ અંગે મૃતકના ભાઈ જશવંતભાઈ ઉર્ફે જયેશ બાબુભાઇ ભાભોર (રહે.હાલ લજાઇ ભગત તાવડીના કારખાનાની મજુરી ઓરડીમાં, વાંકાનેર રોડ બાજુ, લજાઇ ચોકડી પાસે તા.ટંકારા) એ આરોપી પીન્ટુ નામનો શખ્સ સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીએ ફરીયાદીના ભાઇના પત્ની સાથે આડા સબંધ હોવાના કારણે ફરીયાદીના ભાઇના રૂમમાં પ્રવેશ કરી ફરીયાદીના ભાઇને કોઇપણ તીક્ષ્ણ હથીયાર વડે ગંભીર પ્રકારની માથામાં તથા મોઢામાં ઇજા કરી મોત નીપજાવી હત્યા કરી હતી. આ બનાવની અંગે ફરિયાદ ઉપરથી પોલીસે આરોપી સામે હત્યાનો ગુન્હો નોંધી આરોપીને પકડી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.