મોરબીના ઇન્દિરા નગર વિસ્તારમાં જુગાર રમતા ચાર મહિલાઓ સહિત પાંચ પત્તા ટિંચતા ઝડપાયા
મોરબીના ઇન્દિરા નગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ચાર મહિલાઓ સહિત પાંચ જુગારીઓને પોલીસે પકડી પાડ્યા હતા ત્યારે તેમના વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી હોળીએ જુગાર રમી રહેલા કુવરબેન નરશીભાઈ અખીયાણી, જરીનાબેન આમદભાઈ કટીયા, જયાબેન હશુભાઈ સીધણીયા, ગુલાબબેન રોહીતભાઈ બજાણીયા અને કિશોરભાઈ કાનજીભાઈ સુરેલાને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 6350 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.