મોરબીમાં તહેવારોના પર્વના દિવસે વોર્ડ નંબર.૧૨ના કાઉન્સિલર નિમિષાબેન રાજેશભાઈ ભીમાણી સતત કાર્યરત રહી લોકોની સમસ્યાના પ્રશ્નો ઉકેલી રહ્યા છે. જેમાં આલાપ સોસાયટીમાં બંધ પડેલ એલ.ઈ. ડી.લાઈટ રીપેરીંગ વાહન સાથે શેરીએ શેરીએ ફરી ફરીને પચાસ જેટલી લાઈટ રીપેર કરાવી, ગલીએ ગલીએ ડી.ડી.ટી.નો છંતકાવ કરાવી ત્યારબાદ પટેલ નગરથી વર્ધમાન એપાર્ટમેન્ટ કેનાલ સુધી એક કિલોમીટર જેટલો રસ્તા ઉપરની ધૂળ, કચરો, વળાવી રસ્તો સુંદર સાફ સુથરો બનાવી રસ્તા ઉપર ડીડીટીનો છટકાંવ તથા દુમાડા દ્રારા મચ્છરથી રાહત અપાવાની કોશિશ કરેલ છે.
સુંદર કામગીરી બદલ તમામ આલાપ વાસીઓ, પટેલનગર,ખોડિયાર પાર્કના રહીશોએ તમામ સફાઈકર્મીઓ, કાઉન્સિલર નિમિષાબેન રાજેશભાઈ ભીમાણી, ગીરીશભાઈ સરૈયા ચીફ ઓફિસર, જયરાજસિંહ જાડેજા ઉપપ્રમુખ કુસુમબેન પરમાર પ્રમુખ નગરપાલિકા તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.
