મોરબીના આમરણ નજીક ભલાભાઈ નામના શખ્સની દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડો પાડી મોરબી તાલુકા પોલીસે દારૂનો આથો અને દારૂ બનાવવાના સાધનો જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે આમરણથી કોઠારીયા ગામના જુના માર્ગે બેઠા પુલ નજીકથી રમેશભાઇ ઉર્ફે ભલાભાઇ મેરૂભાઇ લીંબડ રહે. આમરણ, કોળીવાસ વાળાની દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પર દરોડો પાડ્યો હતો ત્યાંથી પ્લાસ્ટિકના કેરબા નંગ-૦૭માં દેશીદારૂ બનાવવાનો ઠંડો આથો લીટર-૧૪૦, ગેસનો ચુલો, ગેસનો બાટલો, સ્ટીલનું બકડીયુ, પતરાનું ટીપણુ મળી કૂલ કિં.રૂ.૧૯૯૯નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી તો આરોપી હાજર મળી ન આવતા તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.