મોરબી તાલુકાના આમરણ ગામે 26 વર્ષીય યુવકે ગળાફાંસો ખાઇ લીધો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના આમરણ ગામમાં દલિતવાસમાં રહેતા પ્રવિણભાઇ નાનજીભાઇ પરમાર (ઉ.વ. 26)એ ગત તા. 13ના રોજ પોતાના ઘરે છતના લાકડા સાથે દોરી બાંધી અગમ્ય કારણસર ગળેફાંસો ખાઇ લીધો હતો. જેથી તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.