મોરબીના અયોધ્યાપુરી રોડ ઉપરથી CNG રિક્ષામાંથી વિદેશી દારૂની 10 બોટલો ઝડપી પાડવામાં આવી છે. તેમજ આરોપીને હાજર ન મળતા પોલીસે પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં અયોધ્યાપુરી રોડ પર ખ્વાજા પેલેસની પાસેથી CNG રિક્ષા ન.GJ-1-TD-6474 માં ભારતીય બનાવટના વિદેશી દારૂ વ્હિસ્કીની 10 બોટલો (કિ.રૂ. 3000) સાથે પોલીસે ઝડપી લીધી હતી. પોલીસે વિદેશી દારૂ તથા રીક્ષા મળી કુલ મુદામાલ.રૂ. 53,000 નો મુદામાલ કબ્જે કર્યો છે. જ્યારે આ વિદેશી દારૂની બોટલો સલીમ ઉર્ફે સલો જુસબભાઇ કટીયા (રહે.મચ્છીપીઠ મોરબી)એ વેચાણ કરવાના ઇરાદેથી રાખેલ હોય અને સ્થળ ઉપર હાજર ન મળતા પકડી પાડવા પોલીસે શોધખોળ શરૂ કરી છે.