મોરબી: મોરબીના વીસીપરા કુલીનગર-૧મા રહેણાંક મકાનમાં ૪૨૦ નંગ બીયરનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે આરોપીને પકડી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા કુલીનગર-૧ ઈમામચોક માં રહેતા આરોપી જાવીદ ઉર્ફે જાવેદ રફીકભાઈ ગાજીનાં રહેણાંક મકાનમાં કિંગફીશર સુપર સ્ટ્રોંગ પ્રીમિયમ બીયર ૫૦૦મીલી ટીન નંગ-૪૨૦ (કીં.રૂ. ૪૨,૦૦૦)નો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો છે. તેમજ તેની મદદ કરનાર મહમદ રફીકભાઈ કચ્છી (ઉ.વ.૩૧.રહે્. વીસીપરા ફુલછાબ કોલોની મકાન નં-૭૧) બંને આરોપી સ્થળ પરથી નાશી છુટતા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગૂન્હો નોંધી તેને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.