Wednesday, April 23, 2025

મોરબીનાં રવાપર ઘુનડા રોડ પર આવેલ ફ્લેટમાં રૂ.1.92 લાખની ચોરી

Advertisement
Advertisement
Advertisement

મોરબી: મોરબીના રવાપર ઘુનડા રોડ રવાપર રેસીડેન્સી ધ ગાર્ડન પેલેસના ફ્લેટમાં રૂ.૧.૯૨ લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી થઇ હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ.


મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર રવાપર રેસીડેન્સીમા ધ ગાર્ડન પેલેસ બ્લોક નં-૧૦૪માં રહેતા અને સિક્યોરિટી ઓફીસ ધરાવતા ભાસ્કરભાઇ જીવનલાલ જોષી (ઉ.વ.૨૯.મુળ રહે દિગ્વીજયનગર તા.વાંકાનેર)ના ફ્લેટનો દરવાજો તોડી ફ્લેટમાં પ્રવેશી અજાણ્યા શખ્સોએ રૂમમાં રાખેલ કબાટની તિજોરી તોડી તિજોરીમાં પડેલ સોનાનુ મંગળસુત્ર (કિ.રૂ.૯૦૦૦૦),સોનાની બે વીટી (કિ.રૂ.૧૬૦૦૦), સોનાના ચીપ્સવાળા પાટલા (કિ.રૂ.૧૫૦૦૦), ચાંદીના સાંકળા એક જોડી (રૂ.૧૫૦૦) તથા નાના બાળકોની ચાંદીની કડલી,નાનો ઓમકાર તથા સોનાનો નાનો દાણો બધા મળી (કિ.રૂ.૫૦૦૦) તથા રોકડ રૂ.૬૫૦૦૦ સહિત મળી કુલ રૂ.૧,૯૨,૫૦૦ની માલમતા ચોરી થઈ હોવાની ફરિયાદ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઇ. પોલીસે ફરીયાદ પરથી તસ્કરોને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી.

Related Articles

Total Website visit

1,502,218

TRENDING NOW