મોરબી તાલુકાના ખરેડા ગામે જુગાર રમતા 6 ઈસમોનેં મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી મુજબ મોરબીના ખરેડા ગામે પાણીના ટાંકા પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપી શૈલેષભાઇ અમુભાઈ ગોસ્વામી,દેવશીભાઇ કરશનભાઇ ચાપણી, ચંદુલાલ ચતુરભાઇ ડઢાણીયા, ડાયાભાઇ બીજલભાઇ ડાભી,ચતુરભાઇ નાનાભાઇ ડઢાણીયા, નરેશભાઈ લક્ષ્મણભાઇ કુંગસીયા (રહે બધા ખરેડા, તા.મોરબી) નેં રોકડ રકમ રૂ. ૩૨,૦૦૦ નાં મુદામાલ સાથે મોરબી તાલુકા પોલીસે પકડી પાડેલ છે. આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.