Tuesday, April 22, 2025

મોટીબરાર પ્રા. શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો.

Advertisement
Advertisement
Advertisement

મોટીબરાર પ્રા. શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો.

શાળાના સફાઈ કામદારનું શ્રેષ્ઠ કામગીરી બદલ વિશિષ્ટ સન્માન કરાયું.

માળિયા (મી.) : મોટીબરાર ગામની સરકારી રત્નમણિ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ડાન્સ અને વિદાય ગીતો રજુ કર્યા હતા. શાળા પરિવાર દ્વારા શૈક્ષણિક વર્ષ 2023-24 દરમ્યાન શૈક્ષણિક અને સહઅભ્યાસીક પ્રવૃત્તિઓમાં ઉત્તમ દેખાવ કરનાર વિદ્યાર્થીની કાનગડ જાનવી સુરેશભાઈ ને Student of the year નો એવોર્ડ અને વર્ષ દરમ્યાન શાળામાં સૌથી વધુ દિવસ હાજર રહેનાર વિદ્યાર્થીની હુંબલ કૃપાલી અરવિંદભાઈ ને શ્રેષ્ઠ હાજરી સન્માન એવોર્ડ અર્પણ કરાયો તેમજ શાળામાં શિક્ષક તરીકેની સેવા આપનાર ગામની દીકરી સંજના ડાંગર અને શાળાના સફાઈ કામદાર કાસીબેન ચૌહાણનું વિશિષ્ટ સન્માન કરાયું હતું. સાથે ધોરણ 8 ના તમામ વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહન ભેટ આપી આગળના ભવિષ્ય માટે શાળાના આચાર્ય અનિલ બદ્રકિયા અને શાળા પરિવારે શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમના અંતે વનરાજભાઈ દેવરાજભાઈ ચાવડા દ્વારા તેમના જન્મદિવસ નિમિત્તે શાળાના તમામ વિદ્યાર્થીઓને આઈસ્ક્રીમના કોન ખવડાવ્યા હતા.

Related Articles

Total Website visit

1,502,186

TRENDING NOW