Wednesday, April 23, 2025

મોટીબરાર ગામના શિક્ષકે અસ્થિર મગજના વ્યક્તિને પોતાના હાથે જમાડીને માનવતા મહેકાવી

Advertisement
Advertisement
Advertisement

કળિયુગમાં કોઈ કોઈનુ નથી તેવા જમાનામાં માનવતાના દર્શન કરાવતા હોનહાર શિક્ષક હરદેવ કાનગડ

માળીયામિંયાણાના મોટીબરાર ગામના અને જાજાસર ગામે પ્રાથમીક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હરદેવભાઈ અરજણભાઈ કાનગડ મોટીબરાર ગામના ઉત્સાહી અને શ્રેષ્ઠ શિક્ષક તરીકે નાની ઉંમરે ઉભરી આવી પોતે શિક્ષણ આપવાની સાથે સેવાકીય પ્રવૃતિઓમા પણ સારૂ એવુ યોગદાન આપીને માનવતા મહેકાવી રહ્યા છે.

તાજેતરમાં પોતે હાઈવે ઉપર પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન સ્થાનીક અસ્થિર મગજના આધેડ વયના વ્યકીતને બેઠેલા જોઈ તેઓ સાથે બેસી વાતચીત કરી અત્યંત ખરાબ હાલતમાં કપડા પહેરેલ હોય એક સરકારી શિક્ષક તરીકે ફરજ બજાવતા હરદેવભાઈએ હળહળતા કળિયુગમાં અને કહેવાતા આધુનિક જમાનામાં કોઈ કોઈનુ નથી ત્યારે માણસાઈને નેવે મુકી માનવતા ભૂલેલા લોકોને અને સમાજને રાહ ચિંધતો કિસ્સો હરદેવ કાનગડે બતાવ્યો છે. ભુખ્યા અસ્થિર મગજના વ્યક્તિને પોતાના હાથે જમાડી શિક્ષક કભી સાધારણ નહી હોતા તે ઉક્તિને સાર્થક કરી બતાવ્યું છે. કેમ કે જેની પાસે ફુટીકોડી નથી કે કોઈ પ્રોપર્ટી નથી તેવા અસ્થિર મગજના વ્યક્તિ સાથે બેસી નિસ્વાર્થ ભાવે પોતાના હાથે જમાડી જઠરાગ્નની ઠારી પુણ્ય કમાવાની સાથે શિક્ષકની સાદાઈ મોટા માણસની મોટપને ઝાંખી પાડીને શિક્ષકની માનવીય સેવામાંથી બોધ લેવા જેવો છે.

તેમજ એક શિક્ષકની પોસ્ટ ધરાવતા શિક્ષકે નાતજાત ગરીબ કે તવંગરનો ભેદ રાખ્યા વિના સૌની સાથે હળીમળીને બેસે તે જ મહામાનવ જેથી આ તસ્વીર જોઈને ઘમંડી અને અહંકારરૂપી માનવને બોધ અને શિખામણ લેવા જેવી છે અત્રે ઉલ્લેખનીય છે કે, હરદેવભાઈ કાનગડ નિખાલસ ઉત્સાહી શિક્ષક હોવાથી તેઓનુ જીવન હંમેશા પુષ્પો જેવુ રહ્યુ છે ભણતરની સાથે સેવાકીય પ્રવૃતિ કરી બીજાને સુગંધ આપી પોતે મહેકતા રહેવુ અને કોઈને નડતરરૂપ બનવા કરતા મદદરૂપ બનવુ તેના જીવનનો મુખ્ય ઉદ્દેશ્ય છે. માનવતા હજુ મરી પરવારી નથી તેઓ પદ કે પૈસા નહી પરંતુ માનવતાને મહત્વ આપી માનવતા મહેકાવી રહ્યા છે તેમજ તેઓએ નાની ઉંમરે ઘણી ઉંચી ઉડાન ભરી હોય તેમ પ્રાથમિક શિક્ષક તરીકે માળીયા બાદ હાલ જાજાસર ખાતે પોતે કર્તવ્ય નિષ્ઠાથી ફરજ બજાવી રહ્યા છે.

જેનું ઉત્તમ ઉદાહરણ તાજેતરમાં કોરોના મહામારીમાં બાળકોને ઘરે ઘરે જઈને શિક્ષણ આપવાની સાથે રસીકરણ અભિયાન અંતર્ગત વાલીઓને રસી મુકવા જાગૃત કર્યા હતા. હાલ તેઓ બાળકોને શેરી શિક્ષણ આપી રહ્યા છે આમ તો આપણી દેશી ભાષામાં શિક્ષકને માસ્તર કહીયે છીએ માતાની કુખે મોટા થયેલા બાળકને માતા પછી જો ઉચ્ચ સ્તરે લઈ જાય એજ માસ્તર એટલે જ તો કહેવાય છે પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મે પલતે હૈ એવા ગૌરવશાળી માસ્તર કે જે બાળકના નિર્માણ માટે બાળકને ઉંચાઈ ઉપર લઈ જવા પાયો નાખે તેવુ શિક્ષણ આપવાની સાથે અનેક સેવાકીય પ્રવૃતિ અને હોદા પર રહી સામાજિક અને શૈક્ષણીક રીતે સારા કાર્ય થકી તેઓને નવાજવામાં આવ્યા છે.

જેમા આહીર સમાજ વૈચારિક ક્રાંતિ મોરબી જિલ્લા સહ કન્વીનર રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ મોરબી જિલ્લાના ઉપાધ્યક્ષ અને માળીયા તાલુકાના અધ્યક્ષ આહીર કર્મચારી મંડળના કારોબારી સભ્ય તેમજ બ્લડ ડોનેશન વૃક્ષારોપણ પક્ષીઓના કુંડા માળા વિનામુલ્યે વિતરણ કરી શિક્ષકની સાથે જાહેર જીવનમાં સામાજીક સેવાકીય કાર્ય કરી જાગૃત અને જોશીલા શિક્ષક તરીકે ઉતમ ઉદાહરણ પુરૂ પાડી પ્રેરણારૂપ બન્યા છે. તદુઉપરાંત ચાર વર્ષ પહેલા તેઓ માળીયા ખાતે નોકરી કરતા હતા ત્યારે મચ્છુ ડેમના ધસમસતા પાણી માળીયામાં ફરી વળતા તાલુકા પંચાયતમાં અગત્યના કાગળો ફાઈલો પલળી ગયા હતા ત્યારે તાલુકા પંચાયતના એક કર્મચારીની સર્વિસબુક આ બાહોશ શિક્ષકે જીવના જોખમે પાણીમાંથી બહાર કાઢી લાવી આપી હતી જેની કામગીરીને બિરદાવવા મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ સન્માનિત કર્યા હતા. આમ આ શિક્ષકે એ સુત્રને સાબિત કરી બતાવ્યું છેકે શિક્ષક કભી સાધારણ નહી હોતા જેને આહીર સમાજ અને ગામનુ ગૌરવ વધાર્યું છે.

Related Articles

Total Website visit

1,502,225

TRENDING NOW