Tuesday, April 22, 2025

માળીયા મિયાણા તાલુકાની શ્રી મોટાભેલા પ્રાથમિક શાળા ખાતે શિક્ષકદિન ઉજવાયો

Advertisement
Advertisement
Advertisement

મોટા પ્રાથમિક શાળામાં શિક્ષક દિવસ ઉજવાયો

માળીયા મિયાણા તાલુકાની શ્રી મોટાભેલા પ્રાથમિક શાળામાં 5 મી સપ્ટેમ્બર (શિક્ષક દિન )ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. જેમાં શાળાના ધોરણ 8 ના વિદ્યાર્થીની ઇકરાબેન કાસમભાઇ સુમરાએ ટીચર તરીકે ફરજ બજાવી સમગ્ર શાળાનું સંચાલન સફળતા પૂર્વક કર્યું હતું. શાળા માં શિક્ષકો તરીકે પણ બાળકો એ જ ફરજ નિભાવી શિક્ષણકાર્ય કર્યું હતું.શાળા ના શિક્ષકોએ જરૂર જણાય ત્યાં માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આમ સમગ્ર દિવસ ખુબ જ આંનદદાયક અને પ્રેણાદાયક બની રહ્યો હતો.

દિવસને અંતે શિક્ષકો બનેલ અને તેમની પાસે એક દિવસ માટે અભ્યાસ કરેલ બાળકોના પ્રતિભાવ લેવામાં આવ્યા હતા.જેમાં બધાંનો એક જ સુર હતો કે મજા પડી!!

શાળા ના આચાર્ય શ્રી જયદિપ ચારોલા દ્વારા તમામ બાળકો ને અભિનંદન પાઠવ્યા

Related Articles

Total Website visit

1,502,172

TRENDING NOW