માળિયા તાલુકાના મોટાભેલા ગામમાં વધતા જતાં કોરોના સંક્રમણ વાયરસને અટકાવવા તકેદારીના ભાગરૂપે મોટાભેલાના રહેવાસી અને ભૂતપૂર્વ તાલુકા પંચાયતના સદસ્ય શાંતિલાલ શેરસિયા દ્વારા માસ્ક અને સેનેટાઇઝરનું ઘરે ઘરે વિતરણ કરવામાં આવ્યું હતું. અને એક જ દિવસમાં ગામમાં 1500 જેટલા માસ્ક વિતરણ કરાયા હતા. જેથી મોટાભેલા ગામના સંરપંચ અને ગ્રામજનોએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.