મોરબી: સરસ્વતી આરાધનાના સાથી નિખાલસ વ્યક્તિત્વ અને જેને મળવાથી આખો દિવસનો થાક ઉતરી જાય એવા હાસ્યના માલિક અને જોડીયા શિક્ષકબંધુઓ ધર્મેશભાઇ જોષી અને ભરતભાઇ જોશીનો આજે જન્મદિવસ છે.
માળીયા મિયાણા તાલુકાના મેઘપર ગામના વતની ધર્મેશભાઇ જયંતિલાલ જોષી અને ભરતભાઇ જયંતિલાલ જોષી બન્ને જોડીયા જોષીબંધુ કે જેઓ સારા હાસ્ય કલાકાર તથા શિક્ષક છે. જેનો આજે જન્મદિવસ છે. બન્ને ભાઇએ મેઘપર ગામની જ સરકારી શાળામાં ધોરણ 1 થી 10 નો અભ્યાસ જવલંત સફળતા મેળવી પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ બંને ભાઈઓ ગણિત-વિજ્ઞાન ક્ષેત્રે ખૂબ જ આગળ વધ્યા અને હાલમાં ધર્મેશભાઇ જોશી ખાખરાળા પ્રાથમિક શાળામાં અને ભરતભાઇ જોષી નવા ઇસનપુર પ્રાથમિક શાળામાં ગણિત-વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવે છે. આ બંને ભાઈઓએ લોકડાઉનના સમયમાં જ્યારે શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય બંધ હતું. ત્યારે પોતાની યુટ્યુબ ચેનલ બનાવી અને શૈક્ષણિક વિડીયો દ્વારા બાળકોને અભ્યાસ કરાવ્યો હતો. આ બંને શિક્ષણબંધુઓ અને હાસ્ય કલાકાર ભાઇનેે આજે તેમના જન્મદિવસ નિમિત્તે સગા-સ્નેહીજનો અને બહોળા મિત્ર વર્તુળ તરફથી જન્મદિવસની હાર્દિક શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.