Tuesday, April 22, 2025

મેઘતાંડવ વચ્ચે વાંકાનેરના મહાકાય મચ્છુ 1 ડેમની જળ સપાટીમાં ધરખમ વધારો, સપાટી 44 ફુટે પહોંચી….

Advertisement
Advertisement
Advertisement

મેઘતાંડવ વચ્ચે વાંકાનેરના મહાકાય મચ્છુ 1 ડેમની જળ સપાટીમાં ધરખમ વધારો, સપાટી 44 ફુટે પહોંચી….

એક રાતમાં ડેમની જળ સપાટીમાં ધરખમ વધારો નોંધાયો, રાત્રીના સમયે સપાટીમાં નવ ફુટનો વધારો, ડેમમાં પાણીની આવક જોતા બપોર સુધીમાં ઓવરફ્લો થવાની સંભાવના….

વાંકાનેર વિસ્તારની જીવાદોરી સમાન મચ્છુ 1 ડેમની જળ સપાટીમાં ધરખમ વધારો નોંધાયો છે, જેમાં ડેમ સાઇટ પર પડેલાં ધોધમાર વરસાદના કારણે ડેમમાં નવા નીરની આવક શરૂ થતાં સવારે આઠ વાગ્યે મચ્છુ ડેમની જળસપાટી 44 ફુટ નોંધાઇ છે, જ્યારે હાલ ડેમમાં પાણીની આવકમાં જંગી વધારો થયો છે, જે જોતા બપોર સુધીમાં ડેમ ઓવરફ્લો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે….

બાબતે પ્રાપ્ત માહિતી મુજબ રવિવારે સવારથી સમગ્ર વાંકાનેર પંથકમાં શરૂ થયેલ વરસાદ છેલ્લા 45 કલાકથી સતત વરસી રહ્યો છે, જેમાં મચ્છુ ડેમ સાઇટ પર પણ ધોધમાર વરસાદના કારણે મચ્છુ 1 ડેમની જળ સપાટીમાં માત્ર એક રાતમાં જ 11 ફુટનો વધારો થતાં સવારે આઠ વાગ્યે ડેમની સપાટી 44 ફુટ નોંધાઇ છે. ગતરાત્રીથી ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે, જેમાં હાલ હાલ ડેમમાં 20,000 ક્યુસેક પાણીની આવક શરૂ હોવાની માહિતી મળી રહી છે. આ સાથે જ હાલ ડેમમાં પાણીની આવક જોતા બપોર પહેલાં ડેમ ઓવરફ્લો થવાની પૂરી સંભાવના દેખાઈ રહી છે, જેથી વાંકાનેર તાલુકાના નદી વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા અને સાવધાન રહેવા અપીલ કરવામાં આવે છે…

Related Articles

Total Website visit

1,502,186

TRENDING NOW