Wednesday, April 23, 2025

મુળશંકર ઉર્ફે દયારામની બાલ્ય અવસ્થા, પઠન પાઠન, બોધરાત્રી, વૈરાગ્ય અને ગુર્હ ત્યાગ સુધીની સફર: અંક ત્રિજો

Advertisement
Advertisement
Advertisement

મુળશંકર ઉર્ફે દયારામની બાલ્ય અવસ્થા, પઠન પાઠન, બોધરાત્રી, વૈરાગ્ય અને ગુર્હ ત્યાગ સુધીની સફર: અંક ત્રિજો

દેશ વિદેશમાં ટંકારા ગામને ઓળખ અપાવનાર સંસ્કૃતિ સંરક્ષક, પાખંડમર્દક, વિતરાગ ભિક્ષુક મુળશંકરનો જન્મ થયો સૌરાષ્ટ્ર એક એવો વિસ્તાર છે જ્યાં ફઈ દ્વારા પાડેલ નામ ઉપરાંત હુલામણા (ઉપનામ, ઉર્ફે) નામ પણ હોય છે એટલે મુળશંકરને પણ વહાલથી દયારામ તરીકે બોલાવે છે અને માંની વાત્સલ્ય ગોદમાં પિતાના લાડ પ્યારમા મિત્રો સ્નેહી બંધુઓ સાથે ખેલતો કુદતો પાંચ વર્ષમાં પ્રવેશે છે એટલે દેવનાગરી લિપિમાં શિક્ષાનો આરંભ કરે છે ભુદેવ હોવાથી ધર્મશાસ્ત્રના શ્ર્લોક સાથે આઠ વર્ષની વયે યજ્ઞોપવીત, જનોઈ ધારણ કરે છે જેથી ગાયત્રી મંત્ર, સંધ્યા અને ઉપાસના ની સમજણ આપવામા આવે છે આ રીતે ચૌદ વર્ષની ઉંમરે સંપૂર્ણ યજુર્વેદ સહિંતા તથા બિજા વેદોના પાઠ અને નાના મોટા ગ્રંથોનુ અધ્યયન પુરૂ કરી નાખે છે. અહી એ જણાવી દઉ કે કરશનજી મુળશંકરને શિવ ભક્ત અને કર્મકાંડી બ્રાહ્મણ બને એવુ ઈચ્છતા હતા એટલે જ્યા પણ સત્સંગ, કથા, કિર્તન કે પુજન હોય તો સાથે લઈ જતા.

હવે બાલ્ય અવસ્થાએ બને છે એક અમોધ ક્રાંતિકારી ધટના દીવસ હોય છે શિવરાત્રીનો પિતાએ સ્થાપના કરેલ કુબેરનાથ મહાદેવ મંદિરે મહા આરતી પહર પુજા અને જાગરણ માટે અનેક વ્રતધારી એકત્ર થયા છે અને શિવની પહર પહરની પૂજા કરી રહા હતા એક પહર બાદ બીજા પહર વચ્ચે સમય હોય છે એટલે ત્યા બધા આરામ કરવા આડા પડખે પડે છે (સુઈ જાય છે) ત્યારે ધોર અંધારી રાત્રીના નિરવ, નિસ્તબ્ધ વાતાવરણ વચ્ચે નિજ દિપકનો પ્રકાશની જ્યોત જગમગતી હતી. એ વેળાએ પહર પુજામા શિવને ધરેલી પ્રસાદ આરોગવા દરો (ગોખલા, ભરોડા) માથી ઉદરોની દોડધામ શરૂ થાય છે અને શિવલિંગ પર ચડીને પ્રસાદી ખાવા માડે છે જેથી શિવલિંગ અપવિત્ર કરી નાખે છે હવે આ બધુ મુળશંકર જાગીને બેઠા બેઠા જોવે છે ત્યારે અંતરના ઊંડાણમાં વિજળી ઝબુકી ઉઠે એમ ચિંતમા શંકાનું પશ્રનોનુ તોફાન વાવાઝોડું ઉઠયું કે શુ કથાના વર્ણનમા આવતા આ મહાદેવ છે? જેમા ડાક ડમરું ગળે શેશનાગ નિલકંઠ ધારણ ભુતનાથ જટાધારી કૈલાશ નિવાસી દેવોના દેવ મહાદેવ આજ છે? એવા અનેક સવાલો પેદા થયા એટલે સવાલોના સમાધાન માટે બાજુમાં સુતેલા પિતાને જગાડયા પરંતુ જેને ભારતને જગાવવાનુ હતુ એના સવાલનો જવાબ કોણ આપી શકે. પિતા કૈલાસ નિવાસીની શિવલિંગને મુર્તી પુજા અર્ચના અને આહ્વાન થકી મહાદેવ પ્રસન્ન થાય છે એવુ જણાવ્યું પરંતુ મુળશંકરને શંકાનું સમાધાન થયુ નહી એટલે મંદિરેથી રાત્રે ધરે જવા નીકળ્યા શંકાના સવાલે મધ્ય રાત્રીના સુતેલા સ્વામીજી સાચા શિવની તલાશના આશ્રય સાથે ઉઠે છે. (શિવરાત્રીના વ્રત તોડવા સહિતની બાબતોની જાણ થતા મુળશંકરને પિતાનો ઠપકો પણ મળે છે.) પણ પઠન- પાઠન ને કંઠસ્થ કરનાર ને જોઈ એવો જવાબ મળતો નથી. આ અંગે એક કવિ લખે છે કે
“અય શિવરાત્રી અગર તૂ ન હોતી,
તો મિલતા ન હમકો દયાનંદ સા મોતી.
અગર ચૂહો ને ગરબડ કી ન હોતી,
તો જલતી ન જગ મે વેદો કી જ્યોતિ.

ત્યા વળી એક અલગ સવાલે મુળશંકરને વિચારોના વમળમાં નાખ્યો દયારામના નાના બેનનુ કોલેરા રોગથી મુત્યુ થયુ અને પહેલી વખત મોતને નજીકથી નિહાળી મુત્યુ શું છે? અને બધા આવી રીતે મરી જશે? આમાંથી બચવાનો ઉપાય શુ? એવા અઠળક પશ્ર્નોની શુખ્લા ચાલી આ વાત વિસર્જન થાય એ પહેલાં તો એમના કાકાનુ પણ મુત્યુ થયું જેથી દયાનંદ હચમચી ગયા અને વિચારોમા ઉફાણા આવવા લાગ્યા જે વિચારો એમના મિત્રો અને જાણકાર પંડિતો વિદ્રાનો ને કર્યો જેણે યોગાભ્યાસ અને ગુર્હ ત્યાગ નો માર્ગ ચિંધ્યો ત્યારે મહર્ષિ 21 વર્ષની આયુના થયા છે અને બજારની વાત પિતા સુધી પહોંચી અને મુળશંકરના વહેવારમાં બદલાવ જાણી તેના લગ્ન જીવનમાં પરોવાની પેરવી કરી પણ મુળશંકરે કાશી નગરીમાં જ્યોતિષ અને વૈદિક અભ્યાસ કરવા માટે માગણી કરી જે પરીવારે માન્ય ન રાખી એટલે ટંકારાથી થોડે દુર એક ગામમાં કરશનજીના મિત્ર અને શાસ્ત્રી પાસે અભ્યાસ માટે જવા આજ્ઞા માંગી જેની રજા પણ મળી જેથી દયારામ ત્યા આગળનો અભ્યાસ આરંભયો એવામાં એક દિવસ અભ્યાસ કરાવતા પંડિતજી પાસે વાતચીતમાં અંતરની વાત કરી નાખી કે મારે લગ્ન કરવા નથી આ સાંભળી પંડિત પણ સ્તબ્ધ થઈ ગયા જેની જાણ ટંકારા જમીનદાર મુળશંકરના પિતાને કરી એટલે અભ્યાસ મુક પડતો ને ટંકારા બોલાવી લગ્ન માટે કન્યાની ખોજ આરંભી અને આમ પણ ઉમર એકવિસ પુરી કરી બાવીસમાં પ્રવેશ કર્યો એટલે હા કે ના નો અવકાશ પણ પતી ગયો હતો એટલે ગુર્હ ત્યાગ સિવાય કોઈ વિકલ્પ રહેતો નોતો માટે વૈરાગ્ય અવસ્થા સાથે અંતરના ઊંડાણમાં ઉદભવેલ સવાલો સાથે એક દીવસ ઢળતી સાંજે ધરેથી નિકળી (ભાગી) ગયા

.

મુળશંકર જ્યારે ગુર્હ (ધર,નગર) ત્યાગ કર્યો એ કાળ ઓગણીસમી સદીનો હતો ત્યારે અવિર્ધા, અધર્મ, અંધશ્રદ્ધા, દગાબાજી, કુ- રિવાજ, સગવડીયો ધર્મ, સંપ્રદાયના વાડા, અનાથ અછુતો અને અબળા ઉપરના અત્યાચારો અને અંગ્રેજીયતના આભામા અંજાયેલો સુધરેલો સમુહ વાળા કાળરાત્રિ માફકનો અંધારયો આરો (કાળ) માં સાચાં શિવની ખોજવા નિકળી ગયા છે. હવે આનાથી હટકે થોડી વાત કરૂ તો સ્વામીજીએ પોતે કથંન અને લખેલ જીવન ચરિત્રમા એમની ગુર્હ ત્યાગ બાદની ગતી વિધી અને વાતો વાગોળી હતી જે સંક્ષિપ્ત હતી એટલે શોધકર્તાઓને ખાસ કરીને પંજાબના મુસાફિર નામે પ્રખ્યાત લેખરામ ઉપરાંત બાબુ દેવેન્દ્રનાથ મુકોપાધ્યાય જેમનો જન્મ સ્થાન શોધવામાં સિહ ફાળો છે, બિજા આર્ય મિશનરીના શ્રીકૃષ્ણ શર્મા, સહિતના લેખકોએ એમના સમયે આરંભથી અંત સુધીનો નાનો મોટો પ્રસંગ લખ્યો છે પરંતુ હાલે 12 ફેબ્રુઆરી 2022 મા હુ જયેશ ભટાસણા આ લખું છું ત્યારે હયાત એવા ટંકારાના ગૌરવ ચાર વેદનુ ગુજરાતીમાં ભાષાંતર કરનાર દયાનંદ સરસ્વતીના વિચારોને જાણ્યા નહી પરંતુ જીવ્યા છે નો જીવતો જાગતો દાખલો વાનપ્રસ્થી દયાલ મુનિ આર્ય ( ડો. દયાલજી પરમાર) આપે ડિલિટની પદવી મેળવી છે ગત વર્ષે એટલે કે કોરોના કાળ 2021 માં સાહિત્ય અકાદમી એવોર્ડ રાજ્યપાલ હસ્તે મળ્યો છે 50 થી વધુ પુસ્તકો લખ્યા છે અનેક પુરુષ્કાર ઉપરાંત અનેક સિધ્ધિ અને સાધના મેળવી છે એવા ટંકારાવાસીના પ્રિય દયાલજી કાકા જે હાલ ઉમર અવસ્થા કારણે શારીરિક સ્થિતિ સારી રહેતી નથી પણ હુ 9 – 2-2022 ના રૂબરૂ એમના નિવાસ સ્થાને ગયો હતો જ્યા જુની વાત અને લેખ અંગે વાત કરતાં ખુબ રાજી થઈ આશિર્વાદ પણ આપ્યા હતા એમણે મહર્ષિ દયાનંદની જીવનગાથા જે ટંકારા ત્યાગથી અજમેરમા નિર્વાણ સુધીની યાત્રા ખેડી વર્ષ,વાર ,તિથી, માસ સચોટ બતાવ્યા છે.

આપણા વાચક મિત્રોને અહી એ પણ જણાવી દઉં કે મુળશંકર જ્યારે ગુર્હ ત્યાગ કરી ટંકારાથી નિકળી ગયા ત્યાર બાદ ક્યારેય પણ માદરે વતનમાં પાછા ફર્યા નથી પણ સિદ્ધપુરના મેળામાં જતી વખતે માર્ગમા ટંકારાવાસીનો ભેટો થઈ જાય છે જે મુળશંકરના કુટુંબના પરીચયમા હતો (કરશનજી મોટા અમલદાર હતા તે પુત્રને શોધવા ખુબ પ્રયાસ કર્યો હતો જે આગળ જોશુ.) એટલે આ માર્ગી એ ટંકારા આવી દયારામની માડિને વાત કરી તે પિતા પુત્રને ગોતી કાઢે છે પણ ત્યાથી ચકમો આપી પાછા નાશી છુટે છે તે પછી ક્યારેય પરીવારના કોઈ સભ્યને મળતા નથી હા મોરબીના મહારાજા વાધજી ઠાકોરને મળે છે અને ઓળખ પણ આપે છે. એ બધુ આગળ આવશે. પણ આપણે અત્યારે આવી જશુ એ પહેલી રાત્રીએ જ્યારે મુળશંકર ધરેથી વૈરાગ્ય અને સાચા શિવની શોધમાં નીકળી ગયા છે. કર્મશ :

Related Articles

Total Website visit

1,502,256

TRENDING NOW