સુરજકરાડી શહેરના ગોડાઉન એરિયામાં સરકારી સસ્તા અનાજ ની દુકાન નામે વ્યાજબી ભાવથી સરકાર માન્ય દુકાન ખાતે છેલ્લા કેટલા સમયથી ભ્રષ્ટાચાર તથા ગેરરિતી થઈ રહી હોય ત્યારે સંચાલક ના મોબાઈલ નંબર હંમેશા બંધ જ રહેતા હોય, અને તેઓ સરકારી રાશનનો કાળા બજારી કરતા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે ત્યારે આ બાબતે જાગૃત નાગરિક દ્વારા ઉચ્ચકક્ષાએ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે
ત્યારે સમગ્ર મામલે અરજદાર દીપકભાઈ ભાયાણી એ મામલતદાર દ્વારકા ને લેખિતમાં રજૂઆત કરી જણાવ્યું છે કે સુરજકરાડી શહેરના ગોડાઉન એરિયામાં સરકારી સત્તા અનાજની દુકાન નામે વ્યાજબી ભાવથી સરકાર માન્ય દુકાન, તેમના સંચાલક મોબિન હુસેન ખુંભિયા ફરવાના નંબર 62/18 ગામ મીઠાપુર ની દુકાન માં છેલ્લા કેટલા સમયથી ભ્રષ્ટાચાર તથા ગેરરીતિ થઈ રહી છે તેમજ આ દુકાનદાર તેમના મોબાઈલ નંબર હંમેશા માટે બંધ રાખતા હોય છે તેથી લોકો ને હેરાનગતિ થઈ રહી છે તેમ જ મોબીન હુસેન ખૂંભીયા નામના રાશનની દુકાન મહિનામાં પાંચથી સાત દિવસ જ ખુલે છે અને લોકોને રોજ ધક્કા ખાવા પડે છે જ્યારે દુકાન ખોલે તો લોકોને રાસન પૂરતું નથી આપતા અને કહે છે કે રાસન દેવાઈ ગયેલ છે આ દુકાનવાળા રાશનની કાળા બજારી કરતા હોય તેવું સ્પષ્ટપણે દર્શાઇ રહ્યું છે જેથી કરીને આ બાબતે પહેલા પણ ઘણી બધી રજૂઆત કરવામાં આવી હોય પરંતુ કોઈ પણ જાતનું રાશનની દુકાન ધરાવનાર વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી થઈ નથી અને હાલ લોકોને ખૂબ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે,
અરજદાર એ તેમ પણ જણાવ્યું હતું કે, આ બાબતે અવારનવાર રજૂઆત કર્યા બાદ પણ તંત્ર દ્વારા કોઇપણ પગલાં લેવામાં આવ્યા નથી કોઈ પણ પ્રકારની તપાસ પણ કરવામાં આવી નથી ત્યારે દુકાન ધરાવનાર મોબીન હુસેન ખુંભીયા વિરુદ્ધ તપાસ કરવામાં આવે અને કાયદાકીય પગલા લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.