માળીયા (મી): માળીયા (મી) નાં વાગડીયા ઝાંપા નજીક વર્લી ફીચરનો જુગાર રમતા એક ઈસમને માળીયા (મી) પોલીસે ઝડપી પાડ્યો હતો.
મળતી માહિતી મુજબ માળીયા (મી) તાલુકાના કુંભારીયા ગામના ઝાંપા નજીક જુની કોર્ટ કચેરીનાં ખંઢેર મકાનની બાજુમાં વર્લી ફીચરના આંકડા લખી જુગાર રમી રમાડતો આરોપી અલીયાસભાઈ હુશૈનભાઈ ખોડ (ઉ.વ.૨૦.રહે. ખોડ વાઢ માળીયા)ને રોકડ રકમ રૂ.૫૫૦ સાથે પોલીસે પકડી પાડેલ છે. માળીયા (મી) પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ ગૂન્હો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.