મોરબી: થોડા દિવસ પહેલા મોરબી જિલ્લામાં આમ આદમી પાર્ટીની જન સંવેદના મુલાકાતનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યાર બાદ જાણે પરીવર્તનનું વાવાઝોડુ ચાલ્યું હોય તેમ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાવા લાગ્યા છે.
મોરબી જિલ્લાના માળીયા તાલુકાના માંણબા ગામના ઉપસરપંચ સંજયભાઇ જેઠાભાઇ બુડાસણા પોતાના ગામના આગેવાનો સાથે વિધિવત રીતે આપ આદમી પાર્ટીમાં જોડાયા હતા.આ પ્રસંગે મોરબી જિલ્લા પ્રમુખ યોગેશભાઈ રંગપડીયા તેમજ આમ આદમી પાર્ટી મોરબી જીલ્લાની ટીમ અને માળીયા તાલુકા પ્રમુખ પિયુષભાઈ વિઠ્ઠલાપરા હાજર રહ્યા હતા. અને આવનારા દિવસોમાં મોરબી જિલ્લામાં આમ આદમી પાર્ટીને મજબૂત બનાવી પાર્ટીમાં વધુ લોકોને જોડાસે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.