Tuesday, April 22, 2025

માળીયા મીં તાલુકાના નવનિયુકત ચુંટાયેલ સરપંચોનો સન્માન સમારોહ યોજાયો

Advertisement
Advertisement
Advertisement

માળિયા મીયાણા તાલુકાના સરવડ ગામ ખાતે આવેલા સતેશ્વર હનુમાન ની જગ્યાએ આજ રોજ માળિયા મીયાણા તાલુકા યુવા વિકાસ સમિતિના નેજા હેઠળ નવ નિયુક્ત સરપંચો અને ગત્ ટર્મના સરપંચોનુ સન્માન સમારંભ રાખવામાં આવેલ હતું. જે ગામ ના લોકો આપણા ઊપર વિશ્વાસ મુકયો છે.તે ગામ ના વચનોને વિશ્વાસને સાર્થક કરવોએ સહુ ની ફરજ છે

આગામી સમય મા આ સમિતી ના માધ્યમ થી જે ગામ ના સરપંચ તથા આગેવાનો સાથે સલાહ સુચન મુજબ કાયોઁ કરવામાં આવશે. જે ચુટાયેલ સરપંચ મિત્રો ને એવુ લાગે કે આપણા ઊપર લોકો વિશ્વાસ મુકેલ છે તે વિશ્વાસ મા ખરા ઊતરવા માટે કંઈક અલગ નવુ રચ્નાત્મક કામગીરી કરવા માટે આ સમિતી ને સાથ સહકાર આપવા હાકલ કરવામાં આવી હતી.

માળીયા મીં તાલુકામાં નવા સરપંચ તથા સભ્યો જેમના મા કઈક અલગ શકિત ને સામઁથ્ય ધરાવતા લોકો બૌધિક લોકો આ સમિતી સાથે જોડાઈ ને માળીયા મી તાલુકા તથા ગામ ને કઈક આપવા નો સહિયારો પ્રયાસ કરાયો હતો.

માળીયા (મિં) તાલુકા યુવા વિકાસ સમિતી નીચે મુજબના કાયોઁ કરવા મની ઈચ્છા વ્યક્ત કરી હતી

(1) વિદ્યાર્થીઓ, યુવા પ્રતિભાઓને શિક્ષણવિદોનું દર વર્ષ સન્માન કાર્યક્રમ કરવા, (2) માળીયા તાલુકામાં હરિયાળી ક્રાન્તિ લાવવા માટે જનજાગૃતિ ના કાર્યક્રમો કરવા, ને વૃક્ષારોપણ કરાવવુ, (3) વૃદ્ધ નિરાધાર, નિસંતાન,વિધવા બહેનોને સરકારની વિવિધ યોજનાઓના લાભો ઘરે બેઠા અપાવશું, (4) રમત ગમતના કાર્યક્રમો કરવા, (5).બેસ્ટ ગ્રામ પંચાયતને સરપંચોનુ સન્માન કરવું, (6) માળીયા તાલુકાના વણઊકેલાયેલ લોકહિતના પ્રશ્નોને યોગ્ય પ્લેટફોર્મ સુઘી પહોચતા કરવામા મદદ કરવી, (7) એડવોકેટ, પત્રકાર,સામાજીક શૈક્ષણિક આગેવાનોના માઘ્યમથી સમાયાન્તરે સેમિનારો લોકદરબારનુ આયોજન કરવુ, (8) મેડિકલ કેમ્પનું આયોજન કરવું

આ ગૃપમાં કોઈપણ સારા લોકો જે ખરેખર સેવા આપવા ની ભાવના ઘરાવતા હોય ને ગામ ને તાલુકા નુ ભવિષ્ય વિશે વિચારવા ની ભાવના ઘરાવતા હોય એવા લોકોને સમીતીમાં જોડશે

માળિયા મીયાણા યુવા વિકાસ સમિતિના મનવીરભાઇ ખાંડેખા, નયનભાઇ કાવર, જયદીપ ભટાસણા મુસ્તાકભાઇભોરીયા,નીલેશભાઈ સંઘાણી વરીષ્ઠ પત્રકાર કાસમભાઈ સુમરા સહિતનાઓએ કાર્યક્રમ ને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. તેમજ વિશેષ ઉપસ્થિતીમાં જીલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયા, રમેશભાઈ વીરડા, પરાક્રમસીહ જાડેજા અને સરપંચ એસોસિયેશન પ્રમુખ કુલદીપ સીહ જાડેજા, ઉપસ્થિતિ થયા હતા તેમજ બહોળી સંખ્યામાં સરપંચો અને સભ્યો એ હાજરી આપી હતી અને મીયાણા તાલુકા ને સર્વાંગી વિકાસ માટે માળિયા મીયાણા તાલુકા યુવા વિકાસ સમિતિને સાથ સહકાર આપવાની વાત કરી હતી

Related Articles

Total Website visit

1,502,186

TRENDING NOW