Wednesday, April 23, 2025

માળીયા (મિં) રેલ્વે સ્ટેશને લાંબા અંતરની પેસેન્જર ટ્રેનનો સ્ટોપ આપવા રજુઆત

Advertisement
Advertisement
Advertisement

માળીયામિંયાણા રેલ્વે સ્ટેશને કોરાના મહામારી બાદ પેસેન્જર ટ્રેનનો સ્ટોપ કાઢી નંખાતા માળીયા સહીત આજુબાજુ ગામના પેસેન્જરોને પડતી હાલાકી

માળીયા મિંયાણા રેલ્વે જંકશન ખાતે લાંબા અંતરની પેસેન્જર ટ્રેનોનો સ્ટોપ કાઢી નખાતા માળીયા સહીત આજુબાજુ ગામડાઓના મધ્યમ વર્ગના લોકોને અને ઉધોગપતિઓને સામખીયાળી હળવદ કે પછી વાંકાનેર ૪૦-૫૦ કીલોમીટરનુ અંતર કાપીને લાંબા થવુ પડે છે. તેમજ માળીયા આજુબાજુનો વિસ્તાર ઉધોગોથી ધમધમતો હોય પરપ્રાંતીય લોકોને પણ બીજા રાજ્યોમાં જવા હળવદ કે સામખીયાળી લાંબુ ન થવુ પડે તેવા હેતુ કોરોનાકાળમાં જે લાંબા અંતરની આલા હજરત એકસપ્રેસ સયાજી એકસપ્રેસ કચ્છ એકસપ્રેસ અને કામખ્યા એકસપ્રેસ જેવી ટ્રેનના સ્ટોપ કાઢી નખાતા પેસેન્જરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

જેથી ફરી માળીયા રેલ્વે સ્ટેશન આ તમામ ટ્રેનોના સ્ટોપ પર બ્રેક લાગે અને પુન સ્ટોપ આપવા ગુજરાત મિયાણા સમાજ મિત્રમંડળના અગ્રણી આગેવાન ઈસ્માઈલભાઈ હબીબભાઈ સમાણી, એડવોકેટ આમીન અબ્દુલભાઈ ભટ્ટી, સામાજિક કાર્યકર અવેશભાઈ જેડા, સુન્ની મુસ્લિમ જમાત માળીયાના આગેવાન અને અબ્બાસભાઈ અબ્દુલભાઈ જામ સામાજિક કાર્યકર દ્વારા રેલ્વે ડીઆરએમ અને રેલ્વે વિભાગને રજુઆત કરવામાં આવેલ છે.

Related Articles

Total Website visit

1,502,218

TRENDING NOW